કોઈમ્બતૂરમાં આજે ૧૧૨ ફૂટ ઊંચી શિવ પ્રતિમાનું અનાવરણ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કોઈમ્બતૂરમાં ઈશા યોગ કેન્દ્રમાં આદિયોગી શિવજીની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ મહોત્સવનું 23 સેટેલાઈટ ટેલિવિઝન ચેનલ અને અનેક ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પાંચ કરોડથી વધુ લોકો માટે સાત ભાષામાં એકસાથે પ્રસારણ કરવામાં આવશે.

કોઈમ્બતૂરમાં યોજાનાર આ મહોત્સવ સાંજના છ કલાકથી શરૂ થશે, જે સવારના છ વાગ્યા સુધી ચાલશે. રાતભર ચાલનારા આ મહોત્સવમાં સદ્ગુરુ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવશે તેમજ સદ્ગુરુ શક્તિશાળી ધ્યાન કરાવશે. આ 112 ફૂટ ઊંચી પ્રતિમા મુક્તિનું પ્રતીક છે, જે 112 માર્ગ બતાવે છે, જેમાં માણસ યોગ વિજ્ઞાન દ્વારા તેની પરમ પ્રકૃતિને મેળવી શકે છે.

તે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુર જગ્ગી વાસુદેવે બનાવી છે. એવું કહેવામાં આવે છે કે ઈશા ફાઉન્ડેશનની ટીમે આ પ્રતિમા આઠ માસમાં તૈયાર કરી છે. આ મહોત્સવને લઈને તમામ તૈયારી સંપન્ન થઈ ગઈ છે અને આજે સાંજે વડા પ્રધાન મોદીના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આ મહોત્સવમાં અનેક મહાનુભાવો હાજર રહેશે.

http://sambhaavnews.com/

You might also like