કોગ્નિઝન્ટમાં ૬,૦૦૦ કર્મચારીઓની છટણીનો ખતરો

બેંગલુરુ: કોગ્નિઝન્ટ આ વર્ષે છ હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોગ્નિઝન્ટ નોર્મલ એપ્રાઇઝલ પ્રોસેસના ભાગરૂપે મોટા પાયે કર્મચારીઓની છટણી કરનાર છે. સૂત્રે જણાવ્યું છે કે આ નોર્મલ સાઇકલના ભાગરૂપ છે અને આવું કરનાર કોગ્નિઝન્ટ એક માત્ર કંપની નથી.

મોટા ભાગની આઇટી કંપનીઓમાં એપ્રાઇઝલ એટલે કે મૂલ્યાંકનની પ્રક્રિયા ઘણી કડક હોય છે અને જે કર્મચારીઓ સ્વયંને અપગ્રેડ કરવાની કોશિશ નહીં કરે તેમના માટે આગામી બે વર્ષમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.
સામાન્યતઃ કોગ્નિઝન્ટ એક વર્ષમાં બેથી ત્રણ ટકા કર્મચારીઓની છટણી કરે છે, તેમાં અંડરપર્ફોર્મર કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોગ્નિઝન્ટના કુલ કર્મચારીઓની સંખ્યા ૨.૬૫ લાખ છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી વર્ક ફોર્સ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી હેઠળ અમે નિયમિત રીત પર્ફોર્મન્સની સમીક્ષા કરીને ક્લાયન્ટ્સની જરૂરિયાતની પૂર્તતા કરવા અને બિઝનેસ લક્ષ્યાંક હાંસલ કરવા માટે અમારે કેટલી સ્કિલ જરૂરી છે તે નક્કી કરીએ છીએ અને તેના પગલે છટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like