કોફી સ્મૂધી

સામગ્રીઃ

½ ચમચી કોફી પાઉડર

1 કેળુ, કટ કરેલું

1 કપ દહીં

ચપટ્ટી ઇલાયચી પાવડર

2 ચમચી ખાંડ કે મધ

2થી 3 બરફના ટૂંકડા

બનાવવાની રીતઃ એક વાસણમાં ¼ પાણી એડ કરી ગેસ પર ગરમ કરો. હવે ગરમ પાણીમાં કોફી પાઉડર એડ કરી ગેસ બંધ કરી દો. પાણીને ઠંડુ થવા દો. હવે મિક્સજારમાં કેળાના ટૂંકડા, દહીં, મધ કે ખાંડ, પાણી અને બરફના ટૂંકડા એડ કરો. પછી જારનું ઠાંકણું બંધ કરી જારને ગ્રાઇન્ડર પર સેટ કરીને બધી જ સામગ્રીની પ્યોરી થાય ત્યાં સુધી ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો. તૈયાર કોફી સ્મૂધીને સર્વિંગ ગ્લાસમાં નિકાળી ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

You might also like