કોફીમાંથી બનેલી સ્કિન પ્રોડક્ટ્સ થઈ રહી છે હિટ

વાળનો રંગ નિખારવા માટે કોફી વપરાય છે, પણ સ્કિન માટે કોફી બહુ સારી નથી ગણાતી. જોકે ઓસ્ટ્રેલિયાના મેલબર્નસ્થિત એક કંપની કોફીમાંથી સ્કિન-કેર પ્રોડક્ટ્સ બનાવે છે જે અાજકાલ હિટ થઈ ગઈ છે. ત્વચાના રોગો જેવા કે ખરજવું, ખીલ, સોરાયસિસમાં પણ કોફીમાંથી બનેલાં ક્રીમ, સ્ક્રબ અને ઓઈન્ટમેન્ટ વપરાય છે. કોફીમાં રહેલું કેફીન ત્વચાને ગ્લો અાપવામાં મદદરૂપ થાય છે. એનું કારણ એ છે કે હેલ્ધી ત્વચા અને કેફીન બન્નેની સાંદ્રતા સરખી હોય છે. એ જ કારણોસર કેફીનયુક્ત ક્રીમ ત્વચાનો વર્ણ એકસરખો બનાવી શકે છે. કેફીનયુક્ત કોફીમાંથી બનાવેલું ક્રીમ શરીરનું અમુક ચોક્કસ ભાગોમાંથી વધારાની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

You might also like