હવે નાળિયેર પાણી પણ સોફટ ડ્રિન્ક સ્ટાઇલમાં

લંડન: નાળિયેર પાણી કૃત્રિમ રીતે પેક કરીને અલગથી વેચવાના પ્રયાસો થતા રહેતા હોય છે, પરંતુ ચોક્કસ વૈજ્ઞાનિક કારણોસર તેને સફળતા મળતી નથી. વળી તેની કુદરતી ન્યુટ્રિશિયન વેલ્યુ પણ ઘટી જાય છે. ઇન્ટરનેશનલ રિટેલ ચેન માર્કસ એન્ડ સ્નેન્સરે ઇંગ્લેન્ડમાં તદ્દન નવો પ્રયોગ હાથ ધર્યો છે. તેણે નાળિયેર  ઉપરનો લીલો ભાગ કાપીને તેની ઉપર સોફટ ડ્રિન્ક કેન ફિટ કરી દીધું છે. તેમાં રહેલા રિંગ પુલને ખેંચો એટલે નાળિયેર પાણી પીવા માટે રેડી. ત્યાર બાદ તમે તેમાં સ્ટ્રો નાખીને કે ડાયરેકટ મોઢે માંડીને પી શકો છો. નાળિયેરનો સખત ભાગ કાઢી લીધો હોવાથી તેને સરળતાથી ચીરીને અંદરની મલાઇ પણ કાઢી શકાય છે.

You might also like