કોપરેલ પીને વજન ઉતારવાનો ટ્રેન્ડ ખતરનાક

છેલ્લા એકાદ બે વર્ષથી ભોજન પહેલા એક ચમચી કોકોનટ ઓઈલ એટલે કે કોપરેલ પીને વજન ઉતારવાનો જબરદસ્ત ટ્રેન્ડ શરૂ થયો છે જે સહેજ પણ હેલ્ધી નથી. પાણી, દૂધ કે ચા-કોફીમાં એક ચમચી કોપરેલ મેળવીને પી જવાનું અને અડધો કલાક પછી જમવાનું એવો ટ્રેન્ડ ખાસ કરીને પશ્ચિમના દેશોમા લોકપ્રિય બન્યો ત્યારબાદ અહીં પણ અા ટ્રેન્ડ છવાયો છે. બ્રિટનની ડાયટિશિયનનું કહેવું છે કે કોપરાની કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. તેમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ સારા અને ખરાબ બંને પ્રકારના કોલેસ્ટ્રોલને વધારે છે. તેનાથી હૃદયરોગને અામંત્રણ મળે છે.

You might also like