બાળકો માટે નાળિયેરી તેલ ઉત્તમ રીતે ફાયદાકારક, જાણો કઇ રીતે?

સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે બાળકોની ત્વચા ખૂબ જ નરમ હોય છે. ઘણી વખત તેમની માટે કંઇક વસ્તુ લેતા પહેલાં પણ આપણે અનેક વખત વિચારવું પડે છે કારણ કે નવજાતશિશુ ખૂબ જ ઝડપથી બીમાર પડી જાય છે.

આ જ કારણ છે કે બાળકોની નાની મોટી ચામડીની સમસ્યાઓ માટે કેમિકલયુકત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પરંતુ નાળિયેર તેલનો ઉપયોગ બાળકોની ચામડીને તંદુરસ્ત રાખવા માટે થાય છે.

કોઈ પણ ઋતુમાં નાળિયેર તેલનો ઉપયોગ કરી શકાય છે. આ તેલ નાના બાળકોની ચામડી અને વાળ માટે ખૂબજ ફાયદાકારક છે. આ ઉપરાંત, નાળિયેર તેલનાં ઘણાં ખરા લાભો પણ છે. આજે અમે તમને જણાવીશું એ લાભો વિશે…

1. ચામડીની નિશાનીઓ દૂર કરવાઃ
જ્યારે બાળક ઘુંટણીનાં બળથી ચાલવાની શરૂઆત કરે છે પછી તેમનાં શરીરનાં કેટલાંક ભાગોમાં નાની મોટી ઈજા થતી હોય છે કે જે સામાન્ય વાત છે. જેથી તેની ચામડીને નુકશાન થાય છે. પરંતુ જો તમે આ નિશાનને દૂર કરવા માંગતા હોવ તો તમે નારિયેળનાં તેલનો ઉપયોગ કરી શકો છો.

2. ડાયપર રેસિસઃ
બાળકોને ડાયપર પહેરાવાથી રેસિસ થાય છે. જે તેમનાં ખાનગી ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. આ કિસ્સામાં પાઉડર અથવા મોંઘા ક્રિમ લગાવવાને બદલે જો નારિયેળનાં તેલનો ઉપયોગ કરવામાં આવે તો તેને લગાવ્યાં બાદ થોડાંક સમયમાં ડાયપરનાં રેસિસ પણ દૂર થઇ જાય છે.

3. બાળકોની ચામડીનાં લાભઃ
જો બાળકને સ્નાન કરાવવામાં આવે તો તે પહેલાં તેને સૌ પ્રથમ સ્નાન કરાવતા પહેલાં તેની ચામડી પર નાળિયેર તેલ લગાડીને બાળકની બરાબર મસાજ કરો. મસાજ કરીને તેમનાં હાડકાંઓ મજબૂત બનશે અને ચામડી પણ મુલાયમ બનશે.

4. દાંતનાં દુઃખાવાથી રાહતઃ
જ્યારે બાળકોનાં દાંત નીકળે છે એટલે કે નવા નવા જ્યારે દાંત તેઓને આવતા હોય છે ત્યારે તેમને ખૂબ દુખાવો થતો હોય છે. આ પીડામાંથી બાળકોને બચાવવા માટે તેમનાં પેઢામાં જો નાળિયેર તેલ લગાવીને મસાજ કરવામાં આવે તો મસાજ બાળકોને માટે ખૂબ આરામદાયક રહે છે.

5. ફાટેલા હોઠ માટેઃ
બાળકોની શરીરની ચામડી ખૂબ જ નરમ હોય છે તેમ તેઓનાં હોઠ પણ વધારે નાજુક હોય છે. તેથી તે જલ્દી ફાટી પણ જાય છે. જેથી જો બાળકોનાં ફાટેલા હોઠને નરમ રાખવા હોય અને તેને બરાબર મુલાયમ બનાવવા હોય તો સૌ પ્રથમ તેની ઉપર માટે નાળિયેર તેલ લગાવો.

You might also like