નારિયેળનું તેલ હાર્ટ માટે નુકસાનકારક

હૃદયના આરોગ્ય માટે નારિયેળનું તેલ લાભકારક હોવાની માન્યતા શંકાનો વિષય હોવાનું હાર્વર્ડ સ્થિત ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, ‘નારિયેળના તેલમાં ચરબી જોખમી બની શકે છે, એમાંનો સેચ્યુરેટેડ ફેટી એસિડ હૃદય માટે ઘાતક નીવડી શકે એમ છે.

માંસાહારમાં વપરાતા ભૂંડનાં માંસ કે ચરબી કરતાં વધારે ઘાતક અસર નારિયેળના તેલની થાય છે. ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ સેચ્યુરેટેડ ફેટ્સવાળા પદાર્થોમાં માખણ, ઘી, સિંગદાણા, બદામ, અખરોટ, ચીઝ, સોસ, તૈલી માછલી અને મીટ પાઈ જેવા પદાર્થોનો સમાવેશ કર્યો છે. સેચ્યુરેટેડ ફેટી એસિડના કારણે કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ વધી જાય છે.’

You might also like