સ્વદેશી બનવાના માર્ગે, 1 માર્ચથી નહિ વેચાય Coca Cola, Pepsi

તામિલમાડુમાં 1 માર્ચથી કોકાકોલા અને પેપ્સી કંપની દ્વારા બનાવવામાં આવતા સોફ્ટ ડ્રિંક નહિ વેચાય. હકીકતમાં ભારતીય બ્રાન્ડ્સને પ્રોત્સાહ્ન આપવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. તેના માટે તામિલનાડુના ટ્રેડર ઓર્ગેનાઇઝેશને પોતાના તમામ સભ્યોને કહ્યું છે કે તેઓ બંને બહારની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા સોફ્ટ ડ્રિંક્સને ન વેચે.

મળતી માહિતી પ્રમાણે આવતા મહિનાથી એટલે કે ફેબ્રૂઆરીથી આ બાબતમાં આગળ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. એમાં લોકોને સમજાવવામાં આવશે કે વિદેશી બ્રાન્ડ ભારત માટે શૈતાન છે. જલ્લીકટ્ટૂના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મરીના બીચમાં પણ ઉત્પાદકોએ પણ આ ઝૂંબેશમાં જોડવામાં આવશે.

You might also like