ઓડિશાઃ ઘરમાં ઘુસ્યો કોબ્રા જાણો પછી શુ થયુ

ઓડિશાના ભુવનેશ્વરમાં એક ભારતીય કોબ્રા 23 ઈંડા આપતો કેમેરામાં કેદ થયો છે. સ્ટેટ સ્નેક હેલ્પલાઈનના અધિકારીઓ દ્વારા ઘરમાં કોબ્રાનો 23 ઈંડા આપતો વીડિયો બનાવવામાં આવ્યો છે, જાઓ શું છે સમગ્ર અહેવાલ.

કેટલાક દિવસ પહેલા સાપ પકડનાર વ્યક્તિએ એક ઘરમાં વિષધારી કોબ્રાને પકડ્યો હતો. કોબ્રાને જંગલમાં છોડતા પહેલા સાપ પકડનાર વ્યક્તિને ખબર પડી કે જે બેગમાં તે સાંપને લઈ જાય છે તેમાં સાપે 3 ઈંડા આપી દીધા છે, જ્યાર બાદ તેણે ઓડિશા સ્નેક હેલ્પલાઈનને ફોન કરીને આ વિશ જાણકારી આપી.

સંગઠનના જનરલ સેક્ર્રેટરી સુભેંદુ મલિકે સાપ પકડનાર વ્યક્તિને કહ્યુ કે કોબ્રાને જંગલમાં ન છોડે અને તેને લઈને સ્નેક હેલ્પલાઈનની ઓફીસે પહોંચી જાય જેથી કોબ્રા શાંતિથી ઈંડા આપી
શકે.

સુભેંદુ મલિકે કહ્યુ હતુ કે કોબ્રાને એક સારા હવાદાર પ્લાસ્ટિક બોક્સમાં મુકવામાં આવ્યો જેમાં પેપર પાથરવામાં આવ્યા હતા જેથી કોબ્રા સુરક્ષિત રીતે ઈંડા આપી શકે. તેમણે એ પણ જણાવ્યુ કે જ્યા સુધીમાં સાપને હેલ્પલાઈનની ઓફિસે લવાયો ત્યાં સુધીમાં તે આઠ ઈંડા આપી ચુક્યો હતો.

કાર્યાલય પહોંચ્ચા પછી કોબ્રાએ 15 ઈંડા આપ્યા અને કુલ 23 ઈંડા આપી ચુક્યો છે. મલિકે કહ્યુ કે ત્યારબાદ કોબ્રાને જંગલમાં છોડી દેવામાં આવ્યો સાથે જ ઈંડાને 60 દિવસો માટે દેખરેખ માટે રાખવામાં આવશે જેથી જાણકારી મેળવી શકાય કે ઈંડા તુટવામાં કેટલો સમય લાગે છે.

You might also like