કરોડોના કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ ગુપ્તા દોષિત

નવી દિલ્હી: દિલ્હીની સ્પેશિયલ કોર્ટે ૧.૮૬ લાખ કરોડના કોલગેટ કૌભાંડમાં કોલસા વિભાગના પૂર્વ સેક્રેટરી એચ.સી. ગુપ્તા, જોઈન્ટ સેક્રેટરી કે.એસ. ક્રોફા અને કેએસએસપીએલ અને તેના એમડી પી.કે. આહલુવાલિયાને અનેક કલમ હેઠળ ગુનાઇત કાવતરા માટે દોષી જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીની કોર્ટે તેમને મધ્ય પ્રદેશના રુદ્રપુરમાં કેએસએસપીએલ કોલ બ્લોક ફાળવણીમાં છેતરપિંડી અને ભ્રષ્ટાચાર માટે અપરાધી જાહેર કર્યા છે.

આ કેસમાં ખટલાનો સામનો કરી રહેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમિતને તમામ આક્ષેપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોલસા કૌભાંડ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ યુપીએ સરકાર દરમિયાન થયું હતું. કોમ્પ્ટ્રોલર અેન્ડ ઓડિટર જનરલે (કેગ) માર્ચ-૨૦૧૨માં પોતાના ડ્રાફ્ટ રિપોર્ટમાં ૨૦૦૪થી ૨૦૦૯ના સમયગાળા દરમિયાન કોલસા બ્લોકની ફાળ‍વણી ખોટી રીતે કરવામાં આવી હોવાનો સરકાર પર આરોપ મૂક્યો ત્યારે રૂ. ૧.૮૬ લાખ કરોડના કોલગેટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.  કેગના આખરી રિપોર્ટ અનુસાર આ કૌભાંડથી સરકારી તિજોરીને રૂ. ૧ લાખ કરોડ કરતાં વધુ નુકસાન થયું હતું અને કંપનીઓને જંગી નફો થયો હતો.
http://sambhaavnews.com/

You might also like