કોલસા ગોટાળામાં CBIનાં પૂર્વ નિર્દેશક વિરુદ્ધ તપાસનાં આદેશ

નવી દિલ્હી : પૂર્વ સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટને એસઆઇટી તપાસનાં આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે હાલના સીબીઆઇ નિર્દેશક અને 2 અન્ય અધિકારીઓની અધ્યક્ષતામાં એસઆઇટીને તપાસનાં આદેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સીધી રીતે તપાસ પર નજર રાખવામાં આવશે. પીઠે કહ્યું કે સીબીઆઇનાં પુર્વ નિર્દેશક એમએલ શર્માની અધ્યક્ષતાવાળી સમિતીએ પહેલીવાર તે જાણ્યું કે સિન્હાએ કોલસા ગોટાળાની તપાસમાં કથિત રીતે પ્રભાવિત કરી હતી.

સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેમની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ભૂષણે આરોપ લગાવ્યો કે પદ પર રહેલા તેમણે ઘરે ગોટાળાનાં આરોપીઓ સાથે મુલાકાત કરી હતી. જ્યારે ગોટાળાની તપાસ ચાલી રહી હતી. કોર્ટે કહ્યું કે ગોટાળા મુદ્દે ખાસ લોક અભિયોજક વરિષ્ઠ અધિવક્તા આર.એ ચીમા આ મુદ્દે પોતાનાં દળ સાથે કાયદાનાં પાસાઓ પર સીબીઆઇ નિર્દેશકની મદદ કરશે.

You might also like