ચીનની કોલસાની ખાણમાં વિસ્ફોટથી 59 લોકોનાં મોત

બીજિંગ : ઉત્તરી ચીનની કોલસાની ખાણમાં થયેલા બે અલગ અલગ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 59 લોકોનાં મોત થયા છે. દુનિયાના સૌથી મોટા કોલ્સા ઉત્પાદક દેશમાં લાંબા સમય બાદ આટલી મોટી દુર્ઘટના બની છે. સરકારી પ્રેસ સિન્હુઆના અનુસાર ઉત્તરી ચીનના ઇનર મંગોલિયા સ્વાયત વિસ્તારમાં આવેલ બાઓમા માઇનિંગ કંપની લિમિટેડની કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટમાં 32 લોકોના મોત નિપજ્યા છે. સમાચાર અનુસાર દુર્ઘટના સમયે કુલ 181 ખાણીયાઓ અંદર કામ કરી રહ્યા હતા. જો કે 149 ખાણીયાઓ સુરક્ષીત બહાર નિકળવામાં સફળ રહ્યા. અત્યાર સુધીમાં 268 પોલીસ કર્મચારીઓ અને 119 બચાવ કર્મચારી અને ડોક્ટર્સની ટીમ દુર્ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે.

ચીનમાં આ અઠવાડીયે સતત બીજી મોટી દુર્ઘટના છે. ખાણમાં વિસ્ફોટની અન્ય એક ઘટનમાં 30 નવેમ્બરે હેંઇલાંગજિયાંત પ્રાંતના કવીતાઇહે શહેરમાં થયેલી દુર્ઘટનામાં 22 ખાણીયાઓનાં મોત નિપજ્યા હતા. જે પૈકી 21 લોકોનાં મોતની પૃષ્ટી થઇ ચુકી છે.

You might also like