સફાઇ અભિયાનમાં સીનિયર સીટીઝન્સના સહયોગની જરૂર : મોદી

મુંબઇ : ગ્લોબલ સિટિઝન ફેસ્ટીવલ હાલ મુંબઇ ખાતે ચાલી રહ્યું છે. વડાપ્રધાને અહીં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. વડાપ્રધાને આ અભિયાનમાં તમારી (સીનિયર સીટિઝન)ની જરૂર હોવાનું કહીને તેમને મદદ કરવા માટે અપીલ કરી હતી. એક તબક્કે મોદીએ દેશનાં મહાસ્વચ્છતા અભિયાન ચાલતું હોવાનું કહીને શૌચાલય બનાવવાથી લઇને અર્થતંત્રની સ્વછતા, કાળા નાણાની સફાઇ જેવા સરકારી પહેલ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની જંગમાં સૌના સાથની જરૂર હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાતીમાં કહેવત છે કે ઘરડા ગાડા વાળે. તે જ રીતે દેશમાં હાલ જે પણ પહેલ થઇ રહી છે તેમાં વડીલોનો સાથ ખુબ જ મહત્વનો છે. તેઓનાં યોગદાન વગર આ પહેલ સફળ બનવી શક્ય નથી. માટે હું અપીલ કરી રહ્યો છુ કે દેશનાં તમામ વરિષ્ઠ નાગરિકો મને સહયોગ આપે.

You might also like