નોટબંધી ખોટા રેકોર્ડ દેખાડી રહી છે સહકારી બેંક : ITએ પકડી કરોડોની ગડબડ

નવી દિલ્હી : આવકવેરા વિભાગે નોટબંધી બાદ સહકારી બેંકોના ખાતામાં ગંભીર ભુલો હોવાની આશંકા વ્યક્ત કરી છે. આવકવેરા વિભાગે રિઝર્વ બેંકને પત્ર લખીને કેટલીક સહકારી બેંકોના ખાતામાં કરોડો રૂપિયાના કથિત ગોટાળા અંગે માહિતી આપી છે. જેમાં મુંબઇ અને પુણેમાં બે કિસ્સાનો ઉલ્લેખ છે જેમાં બે બેંકોએ 500,1000 ની જુની નોટોમાં 113 કરોડ રૂપિયાની વધારે રકમ હોવાની માહિતી નિયામકને આપી હતી.

પુણેની બેંકે રિઝર્વ બેંકને 242 કરોડ રૂપિયાની નોટ હોવાની માહિતી આપી હતી. જ્યારે તેની પાસે વાસ્તવમાં 141 કરોડ રૂપિયા જ હતા. એટલે કે સહકારી બેંકોએ 23 ડિસેમ્બર 2016ના તેની પાસે 101.70 કરોડ રૂપિયાના વધારાની જુની નોટ હોવાની માહિતી આપી. મુંબઇમાં આ પ્રકારની એક કિસ્સામાં બેંકે 11.89 કરોડ રૂપિયાની વધારાની રકમ હોવાની માહિતી આપી.

આવકવેરા વિભાગે ગત્ત વર્ષે નોટબંધી બાદ આ બંન્ને બેંકોનો સર્વે કરાયો. આ દરમિયાન તેને જુના ચલણથી બહાર કરવામાં આવેલી આ નોટો આ બેંકોમાં ઉપલબ્ધતા અને રિઝર્વ બેંકને અપાયેલી માહિતીમાં ઘણુ મોટુ અંતર જોવા મળ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે તેમને આ અંગે રિઝર્વ બેંકને માહિતી આપી છે અને સતત તેઓ માહિતી મેળવી રહ્યા છે.

You might also like