હવે CNGથી ચાલશે જનરેટર, પ્રદૂષણ ઘટશે

નવી દિલ્હી: કોમર્શિયલ વાહનો બાદ હવે દિલ્હીમાં જનરેટર સેટ પણ સીએનજીથી ચાલતા જોવા મળશે. તેનાથી વાયુ પ્રદૂષણમાં ૩૦થી ૭૦ ટકા સુધી સુધારો થવાની શક્યતાઅો છે. અા માટે દિલ્હી, ગાઝિયાબાદ, નોઇડા અને ગ્રેટર નોઇડાની અોફિશિયલ સીએનજી વિતરક ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (અાઈજીએલ)અે અોસ્ટ્રેલિયાની કંપની સાથે ટેક‌િનકલ કરાર કર્યા છે.

દિલ્હી-એનસીઅારમાં અા પહેલો પ્રયોગ હશે. પર્યાવરણ સૌરક્ષણની દિશામાં તેની શરૂઅાત જુલાઈમાં નોઈડા સેક્ટરની ૧૪૩બીની વિક્ટ્રી સોસાયટીથી થશે. પહેલા ભાગમાં અાઈજીએલઅે દિલ્હી-એનસીઅારની ૨૫૦ અારડબલ્યુઅે સોસાયટીનો સંપર્ક કર્યો છે. ત્યારબાદ અોગસ્ટથી મોબાઈલ ટાવરમાં લાગેલા જનરેટર સેટ પણ અા યોજનામાં સામેલ કરાશે.

જનરેટર સેટને ડીઝલથી સીએનજીમાં કન્વર્ટ કરવા માટે એક ‌િકટ અાપવામાં અાવી છે, જેની મદદથી હાલમાં ડીઝલથી ચાલતા જનરેટરમાં ઇન્જેક્ટર લગાવાશે. ઇન્જેક્ટર દ્વારા હાલના જનરેટર સેટમાં ૭૦ ટકા ડીઝલ અને ૩૦ ટકા સીએનજી રખાશે. બાદમાં ધીમે ધીમે સીએનજીને ૫૦ ટકા અને પછી ૭૦ ટકા સુધી લઈ જવાશે.

ડીઝલ જેટલું ઘટતું જશે વાયુ પ્રદૂષણ એટલું જ ઘટશે. ડીઝલ ચાલિત જનરેટરથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન અોક્સાઈડ અને મિથેન જેવા હાનિકારક ગેસ હોય છે. તે અાબોહવાને ઝેરીલી બનાવે છે અને સાથે સાથે શ્વાસના રોગોને જન્મ અાપે છે.

પાવર બેકઅપ માટે એનસીઅારની દરેક મોટી રે‌િસડેન્શિયલ સોસાયટીમાં જનરેટર સેટ લગાવાયા છે. અા ઉપરાંત તમામ મોટા મોબાઈલ ટાવર પણ જનરેટર સેટથી કનેક્ટેડ હોય છે. સીએનજીમાં કન્વર્ટ થયા બાદ અા જનરેટરથી ઉત્પન્ન વીજળીની િકંમતમાં બે રૂપિયા પ્રતિ યુનિટની બચત થશે.
http://sambhaavnews.com/

You might also like