કાસગંજ હિંસા પર મેળવાયો કાબૂ, CM યોગીએ ખુદ સંભાળ્યો મોરચો

લખનૌઃ ઉત્તર પ્રદેશના કાસગંજમાં છેલ્લા ત્રણ દિવસથી ફાટી નીકળેલી હિંસા આજે શાંત પડી છે. પોલીસે હિંસા ફેલાવનારા 60 લોકોની ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપીના ઘરમાંથી પિસ્ટલ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા છે. સમગ્ર માહોલને શાંત પાડવા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખુદ મોરચો સંભાળ્યો છે.

જોકે હિંસા ફેલાવનાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ તંત્ર દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

હાલ માહોલ શાંત પડતા બજારો ફરી ખુલી ગઈ છે. તેમ છતાં હજૂ પણ કોઈપણ પ્રકારની હિંસા ન ફેલાઈ તે માટે પ્રશાસન દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. તો પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

You might also like