ક્રાઇમ, કરપ્શન અને કોપી પર યોગીનો ટ્રિપલ એટેક

નવી દિલ્હીઃ યોગી સરકારે સિસ્ટમમાં સુધારો કરવા માટે કમર કસી છે. સીએમ યોગીનું તમામ ફોકસ હાલ સિસ્ટમને સુધારવા સાથે કરપ્શન અને ક્રાઇમ નાબુત કરવાનું છે. દસ દિવસ પહેલાં સત્તા સંભાળનાર સીએમ યોગીએ  છેલ્લાં 24 કલાકમાં તાબડતોબ નિર્ણય લઇને અપરાધિયો અને સિસ્ટમની સાઠગાંઠ પર સીધા પ્રહાર કર્યા છે. પરીક્ષામાં નકલ રોકવા માટે સીએમ યોગીએ ફરિયાદ માટે એક હેલ્પલાઇન નંબર અને વોટ્સઅપ નંબર બહાર પાડ્યો છે. કાર્યવાહી માટે ડેડલાઇન પણ નક્કી કરી દીધી છે.

નકલ બાબતે જોડાયેલી ફરિયાદ પર સીએમ યોગીએ સૌથી વધારે સખ્ત વલણ અપનાવ્યું છે. મંગળવારે યૂપી સરકારે વોટ્સએપ નંબર – 9454457241 બહાર પાડ્યો છે. આ નંબર પર નકલ સંબધીત ફરિયાદ દાખલ કરવામાં આવશે. જેનાથી ત્રણ કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવશે. નકલ રોકવા માટે સરકારે એક કંટ્રોલ રૂમ બનાવવાનું નક્કી કર્યું છે. યોગી સરકારે મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યો છે.

સિસ્ટમ સાથે સાઠગાંઠ ધરાવતા માફિયા અને અપરાધિયોને યૂપીમાં હવે હપ્તા નહીં મળે. સીએમ યોગીએ સચિવાલયમાં ગૃહ વિભાગની બેઠક બોલાવી હતી અને રાજ્યની કાયદો અને વ્યવસ્થામાં સુધારા મામલે સખ્ત વલણ અપનાવ્યું છે. સાથે જ જે પોલીસવાળા ભૂમાફિયાઓ અને વન માફિયાઓ સાથે કે પછી ગાયોની તસ્કરી સાથે જોડાયેલા ક્રિમિનલ્સ સાથે સાઠગાંઠ જોવા મળશે તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.

ગામડામાં પોલીસને જવાની સૂચના આપવામાં આવી છે. નોયડામાં નાઇઝિરાયાના વિદ્યાર્થીઓ પર હુમલો અને લખનઉમાં વધતી ગુંડાગીરીને ગંભીરતાથી લેવામાં આવશે. આ સાથે જ ડીજી એડીજીએ ત્રણ મહિનાનો રોડમેપ તૈયાર કરીને આપવાનો રહેશે.

http://sambhaavnews.com/

You might also like