કાશીમાં કડકડતી ઠંડીમાં રાત્રિએ નગરચર્યાએ નિકળ્યાં CM યોગી

વારાણસી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરૂવાર રાત્રે એક અલગ અંદાજમાં જોવા મળ્યાં હતા. બે દિવસના વારાણસી પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રી યોગી ગુરૂવારના રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું ઓચિંતુ નિરક્ષણ કર્યું હતું.

સ્વચ્છ ભારત અભિયાનથી લઇને ગંગાના શુધ્ધિકરણ સુધીના વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું. સીએમ યોગીએ કામની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સુચન નિર્દેશ પણ આપ્યાં. સીએમ યોગી બે દિવસીય વારાણસીની મુલાકાતે હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા. જયાં તેમનું સ્થાનિક પક્ષના નેતા તેમજ પ્રશાસન અધિકારીઓએ સ્વાગત કર્યું હતુ.

ત્યાર બાદ સીએમ યોગી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં તેમને કનાડાના સંસદીય દળ ત્યારબાદ પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.  મુખ્યમંત્રી યોગી સૌથી પહેલા દીનાપુર સ્થિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી અને સ્વચ્છા અને સીવેજ શોધન સાથે જોડાયેલી યોજનાઓના કાર્યની સમીક્ષા કરી. ત્યારબાદ સીએમ યોગીએ ચૌકાઘાટમાં નિર્માણાધીન ફલાઇઓવરના કાર્યની સમીક્ષા કરી. ફ્લાઇઓવરના નિર્માણના કાર્યમાં સીએમએ અધિકારીઓને સમયસર કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ કર્યો હતો.

You might also like