લખનઉની સ્કૂલમાં બની રેયાન જેવી ઘટના, CM યોગીએ કરી મુલાકાત

ઉત્તર પ્રદેશના લખનઉમાં અલીગંજ વિસ્તારમાં ધોરણ 1 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ધોરણ 7ની વિદ્યાર્થિનિએ ચપ્પુથી હુમલો કર્યો છે. હુમલામાં વિદ્યાર્થી ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે.

લખનઉની એક સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરનાર વિદ્યાર્થિનિએ જણાવ્યું હતું કે તેને સ્કૂલમાંથી રજા જોઇતી હતી જેના કારણે તેને ચપ્પુ માર્યું હતું. તો બીજી તરફ પોલીસે આ સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હોસ્પિટલમાં પીડિત વિદ્યાર્થીની મુલાકાત લીધી છે.

7માં ધોરણમાં અભ્યાસ કરતી આરોપી વિદ્યાર્થિનિએ કહ્યું કે તેને સ્કૂલમાં રજા જોઇતી હતી. એટલા માટે પ્રિન્સિપાલને મળવાના બહારે વિદ્યાર્થીને ટોઇલેટમાં લઇ ગઇ. જ્યાં તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો. ત્યારબાદ તેને ટોઇલેટમાં બંધ કરી બહાર નીકળી ગઇ. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા એક શિક્ષકને પીડિતાનો અવાજ સાંભળ્યો. ત્યારબાદ શિક્ષકે દરવાજો ખોલીને દ્રશ્ય જોતાં અવાચક રહી ગયા. તેમણે તરત સ્કૂલ પ્રશાસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર હેઠળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી.

You might also like