યોગ દિવસની રાજ્યભરમાં ઉજવણી, CM રૂપાણીએ યોગ કરીને કરી ઉજવણી

યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવી. આ ઉજવણીમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યુનિવર્સિટી સેન્ટરમાં દિવ્યાંગો સાથે ઉજવણી કરી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 43,377 કેન્દ્ર પર ઉજવણી કરાઇ.

યોગ દિવસ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે તમામ શહેરો અને ગામોમાં 75 લાખ લોકો જોડાયા. ભારતે શરૂ કરેલી પરંપરા આજે વિશ્વભરમાં પ્રસિધ્ધ બની છે. યોગ ભારતની જૂની વિરાસત, યોગથી મન પ્રફુલ્લિત રહે છે.

યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને અરવલ્લીમાં લોકોએ વિવિધ યોગ કર્યા હતા. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તો ગૃહમંત્રી પ્રદિપશસહ જાડેજાએ પણ યોગ કરી ફિટનેસ મિશનમાં ભાગ લીધો હતો. બીજી તરફ, સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકોએ વિવિધ યોગ કર્યા હતા. જેમાં બોલીવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી પણ હાજર રહ્યા હતા અને યોગ કર્યા હતા. સુનિલ શેટ્ટીએ ઉપસ્થિત તમામ લોકોને મિશન ફિટ ઈન્ડિયામાં સહકાર આપ્યો હતો.

તો અરવલ્લીમાં પણ યોગ દિવસની ભારે ઉજવણી કરવામાં આવી. મોડાસા ખાતે બાળકોએ અનોખી રીતે સ્કેશટગ કરી યોગ કર્યા હતા. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વાર સ્કેશટગ દ્વારા વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા.

You might also like