મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાની લીધી મુલાકાત

અમદાવાદ: રાજ્યમાં આ વખતે વરસેલા વરસાદે ઘણા શહેરેને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠા સહિત ઘણા બધા જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવા બનાસકાંઠા પહોંચી ગયા છે.

કાંકરેજમાં મૃત્યુ પામેલા લોકોના 2 પરિવારોને 6-6 લાખના ચેક વિતરણ કર્યા છે સાથે જ કહ્યું કે જલ્દીથી બચાવ રાહત કામગીરીના કામો કરવામાં આવશે તેવું કહ્યું છે. વિજય રૂપાણી બનાસકાંઢા પાંચ દિવસ રોકાણ કરવાના છે. ત્યારે કામગીરીમાં ઝડપ લાવવા નિરીક્ષણ કરશે.  મુખ્યમંત્રી 15 જેટલા સચિવો અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે પાલનપુર ખાતે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે. સમગ્ર બનાસકાંઠા અને પાટણમાં જળપ્રલયને એક સપ્તાહ થયું તેમ છતાં હજુ અનેક વિસ્તારો પાણીમાં જ છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હવાઈ-માર્ગે ધાનેરા પહોંચ્યા છે. ધાનેરામાં પૂરના કારણે થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે. APMCમાં વેપારીઓ અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. પૂરના કારણે APMCમાં વેપારીઓની 1.50 લાખ અનાજની બોરીઓ નાશ પામી હતી.

જે મામલે વેપારી મંડળે પાંચ વર્ષ માટે ટેક્સ વેરા માફીની માગ કરી છે. આ ઉપરાંત ધાનેરા APMC માટે ખાસ પેકેજ જાહેર કરવાની પણ માગણી કરી છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી 5 દિવસ સુધી બનાસકાંઠાની મુલાકાતે છે.

http://sambhaavnews.com/

You might also like