રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણેય બેઠક પર જીતશે: વિજય રૂપાણી

દરમ્યાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણેય બેઠક પર જીતવાનું છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપને મત આપશે. આ દરમ્યાન એનસીપીના ગુજરાત એકમના વડા જયંત બોસ્કીએ ગઇ કાલના કાંધલ જાડેેજાનાં નિવેદનને ફગાવતાં જણાવ્યું હતું કે, કાંધલના નિવેદનનો કોઇ અર્થ નથી. એનસીપી કોંગ્રેસને મત આપશે. કાંધલ જાડેજાએ એવું કહ્યું હતું કે ભાજપને મત અાપવા પાર્ટીએ વ્હીપ અાપ્યો છે.

You might also like