વડોદરાઃ CM રૂપાણીની હાજરીમાં 5 હજાર “મા” કાર્ડનું લાભાર્થીઓને વિતરણ

વડોદરાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે શહેરમાં મા કાર્ડનાં વિતરણનો કાર્યક્રમ યોજાયો. 5 હજાર મા કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે. રાવપુરા ખાતે મા કાર્ડ વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહત્વનું છે કે રાજેન્દ્ર ત્રિવેદીનાં મત વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ (વડોદરા)નાં સભ્યો દ્વારા સ્થાનિક વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને શોધી તેઓને 5000 પરિવારોને ‘મા” કાર્ડનાં લાભાર્થી બનાવ્યાં અને તેમને આ કાર્ડ કાઢવામાં મદદ કરાઇ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ અને રાવપુરાનાં ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા આયોજિત આરોગ્ય વિષયક રાજ્યની ‘મા’ કાર્ડ યોજના હેઠળ ૫૦૦૦ જેટલાં લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

You might also like