CM રૂપાણી કરશે ખેડૂતલક્ષી અગત્યની જાહેરાત, ડે.સીએમ, કૃષિમંત્રી રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં સરકારથી નારાજ ખેડૂતો માટે રાજ્ય સરકાર આજે ખેડૂતલક્ષી અગત્યની જાહેરાત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદ યોજીને ખેડૂતલક્ષી જાહેરાત કરશે. આ પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિમંત્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં વરસાદ પાછો ખેંચાતા રાજ્યના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, ત્યારે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને લઇને શું મહત્વની જાહેરાત કરવામાં આવશે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની ચૂંટણી અગાઉ ખેડૂતોને એકપણ પૈસાના વ્યાજ વિના 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આમ રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂતોને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇઝરાયલની મુલાકાતે જઇ રહ્યાં છે જ્યાં તેઓ પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને ર્જાયમાં અમલ માટે ક્વાયત હાથ ધરશે. જેથી ખેતી-શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરી શકાય અને ખેડૂતોની આવક પણ બમણી થાય.

You might also like