રાજ્યમાં ગુણોત્સવનો પ્રારંભ, CM વિજય રૂપાણીએ પંચમહાલમાં કરાવ્યો પ્રારંભ

આજથી રાજ્યભરની સરકારી  શાળાઓમાં ગુણોત્સવ-8 કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુણોત્સવનો પ્રારંભ કર્યો છે.પંચમહાલની ગોશવદી ગામની પ્રાથમિક શાળામાં રૂપાણીએ કાર્યક્રમની શરૂઆત કરાવી છે. હવે રાજ્યની 34 હજાર 251 શાળાઓમાં 2 દિવસ માટેગુણોત્સવના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. આ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં વાંચન, લેખન અને ગણનનુ થશે મુલ્યાંકન કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા 6 અને 7 એપ્રિલે ગુણોત્સવનું 8મી શ્રેણીનું આયોજન કર્યું છે ત્યારે 9મી એપ્રિલથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થઇ રહી છે. પરીક્ષાના સમયે ગુણોત્સવનું આયોજન હાથ ધરવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલની ગોવિંદી ગામની પ્રાથમિક શાળામાંથી ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો.

જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વડોદરા જિલ્લાની શાળામાંથી પ્રારંભ કરાવાયો. રાજ્યની 32,780 સરકારી શાળા, 863 ગ્રાન્ટ ઇન એઇડ શાળા તેમજ 804 આશ્રમ શાળા મળીને કુલ અંદાજે 34,000 પ્રાથમિક શાળાના 54 લાખ થી વધુ બાળકોના શિક્ષણની ગુણવત્તાનું નિરીક્ષણ કરાશે.

You might also like