ગુજરાતમાં આવશે સુર્ય શક્તિ કિસાન યોજના, CM રૂપાણીએ કરી જાહેરાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ખેડૂતલક્ષી યોજના અંગે પત્રકાર પરિષદમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સુર્યશક્તિ કિશાન યોજના અંતર્ગત રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ખેડૂતો સોલર ઉર્જાથી વિજળી મેળવે તેવી સરકાર એક યોજના લાવી રહ્યું છે. જે અંતર્ગત સરકાર ખેડૂતો પાસેથી સૌર ઉર્જાની ખરીદી પણ કરશે. આ યોજનાને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ અહીં હાજર રહ્યા હતા.

CM વિજય રૂપાણીએ નવી યોજનાની કરી જાહેરાત
ખેડૂતો માટે એક ક્રાંતિકારી યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છીએ: CM
પર્યાવરણ અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થશે: CM
પર્યાવરણ અને ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરવા સરકાર વ્યવસ્થા કરશે: CM
ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર લાવે છે અગત્યની યોજના: CM
ઈલેક્ટ્રીસિટીમાંથી બહાર નિકળીને ખેડૂતો સોલાર પાવરનો ઉપયોગ કરશે: CM
આ સરકાર દ્વારા ક્રાંતિકારી પગલું છે: CM
ખેડૂતો ખેતરમાં પંપ ચલાવવા માટે સોલાર પાવરનો ઉપયોગ કરશે: CM
સોલર પેનલ લગાવવા માટે સરકાર ખેડૂતોની મદદ કરશે: CM

You might also like