ભારત-જાપાન બિઝનેસ સમિટઃ સીએમ વિજય રૂપાણી અને બાબા કલ્યાણીએ કર્યું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંઝો આબેની ઉપસ્થતિમાં આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ભારત-જાપાન બિઝનેસ સમિટ શરૂ કરવામાં આવી જેમાં સીએમ વિજય રૂપાણીએ સંબોધન કર્યું.

સીએમ વિજય રૂપાણીએ લોકોને જાપાનીઝ ભાષામાં આવકાર્યા. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત વિદેશી રોકાણને આકર્ષિત કરનાર રાજ્ય છે. 2016-17માં ગુજરાતમાં 22 ટકાથી વધુ રોકાણ થયું છે. ગુજરાત ઓટોમોબાઈલનું હબ બની રહ્યું છે. પહેલી વાઇબ્રન્ટ સમિટથી જાપાન ગુજરાતનું પાર્ટનર બની ગયું છે.

ભારત-જાપાન બિઝનેસ સમિટમાં બાબાસાહેબ કલ્યાણીએ પણ સંબોધન કરતાં કહ્યું કે ઇન્ડિયા-જાપાન વાર્ષિક બેઠક ઘણી મહત્વની રહી છે. વાર્ષિક બેઠક મેક ઇન ઇન્ડિયા માટે પણ ખૂબ જ મહત્વની રહી છે અને વાર્ષિક બેઠક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ માટે પણ મદદરૂપ રહેશે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંઝો આબેની ઉપસ્થતિમાં આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત અને જાપાનના ડેલિગેશન વચ્ચે પીએમ મોદી અને આબેની હાજરીમાં બેઠક યોજાઇ. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંને દેશોના PMએ કરાર પર હસ્તાક્ષર કર્યા. આજે બુલેટ ટ્રેન વચ્ચે મહત્વનો કરાર થયો. એ સિવાય ભારત અને જાપાન વચ્ચે પરિવહન, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં કરાર થયા. જાપાનની 15 જેટલી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે. 4 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાયા.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વારાણસીમાં કન્વેશન સેન્ટર પર હસ્તાક્ષર કર્યા. બંને વચ્ચેની પત્રકાર પરિષદને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી રેલ્વેને હું ભારતની નવી લાઇફલાઇન માનું છુ. ભારત અને જાપાન વૈશ્વિક મુદ્દાઓ પર હંમેશા સાથે છે. જાપાને ભારત પ્રત્યે મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાપાનનાં નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ મળશે. આવનાર સમયમાં ભારતમાં જાપાનીઓની સંખ્યામાં પણ વધારો થશે. સાથે જાપાની લોકો જાપાનથી ભોજન પણ મંગાવી શકશે. ભારતમાં જાપાની રેસ્ટોરન્ટની ચેઇન ખુલશે. જાપાન ભારતમાં ત્રીજા નંબરનો રોકાણકર્તા દેશ છે. જાપાન-ભારતનાં કારોબારમાં 80 ટકાનો વધારો થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વકતવ્ય જાપાની ભાષામાં પૂર્ણ કર્યું હતું.

જાપાનનાં પીએમ શિંઝો આબેએ અભૂતપૂર્વ આવકાર બદલ ગુજરાતનો આભાર વ્યકત કર્યો હતો. ઉત્તર કોરિયા મુદ્દે ભારત અને જાપાનનું સ્ટેન્ડ પણ ખૂબ મહત્વનું રહેશે. તમામ વૈશ્વિક મુદ્દાઓ પર ભારત અને જાપાન સાથે રહેશે.

You might also like