વડોદરા: CMનાં ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ભાગદોડથી 6 વિદ્યાર્થી બેભાન

વડોદરા : મોદી સરકાર ડિજીટલ ઇન્ડિયા બનાવવાના સ્વપ્ન સાથે આગળ વધી રહી છે. જેમાં વિવિધ રાજ્યસરકારો પણ પોતાનો ફાળો આપતી હોય છે. તેના જ ભાગરૂપે વડોદરામાં ટેબલેટ વિતરણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનાં હસ્તે ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ પુરો થયા બાદ તેઓ ત્યાંથી નિકળી ગયા હતા. જો કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પુરો થયા બાદ ભારે અફડા તફડી મચી હતી.

જો કે આ ભાગદોડમાં અને ગુંગળામણનાં કારણે 6 જેટલા વિદ્યાર્થીઓ બેભાન થયા હતા. જેનાં કારણે ટેબલેટ વિતરણ મોકુફ રાખવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતી રહી હતી. તેઓએ પ્રતિકાત્મક રીતે 10 વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કર્યું હતું. ત્યાર બાદ નામ પ્રમાણે વિદ્યાર્થીઓને બોલાવીને ડોમમાં ટેબલેટ આપવામાં આવી રહ્યા હતા.

જો કે વિદ્યાર્થીઓનાં ઘસારાનાં કારણે અફડા તફડી સર્જાઇ હતી. વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. આ ભાગદોડમાં ચાર સ્ટોલ પણ તુટી પડ્યા હતા. જેમાં 6 વિદ્યાર્થીઓ બેભાન પણ થઇ ગયા હતા. વિદ્યાર્થીઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને આરોપ હતો કે તેમને સવારે 9 વાગ્યાથી બેસાડી રાખવામાં આવ્યા છે. હજી સુધી ટેબ્લેટ મળ્યા નથી.

You might also like