MP ચૂંટણી 2018: CM શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા

મધ્યપ્રદેશમાં ભાજપને ઝટકો લાગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને વરિષ્ઠ ભાજપના નેતા શિવરાજસિંહ ચોહાણના સાળા સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં સામેલ થયા બાદ સંજય સિંહે શિવરાજસિંહની સરકાર પર આકરા પ્રહાર કર્યા. સંજય સિંહે કહ્યું મધ્યપ્રદેશમાં ‘રાજ’ની નહીં ‘નાથ’ની જરૂર છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ સંજય સિંહે ભાજપા પર વંશવાદનો આરોપ લગાવ્યો છે. દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્ય કાર્યાલયમાં મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. સંજય સિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહના પત્ની સાધના સિંહના ભાઇ છે.

સંજય સિંહે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા બાદ નિવેદન આપતાં જણાવ્યું કે હું શિવરાજસિંહ ચૌહાણના પરિવાર સાથે નથી, હું એમનો સંબંધી હતો. શિવરાજ સિંહ ચૌહાણના રાજમાં મધ્યપ્રદેશનો કોઇ વિકાસ થયો નથી. ભાજપામાં કાર્યકર્તાઓને નજરઅંદાજ કરવામાં આવે છે.

સંજય સિંહે રોજગારી મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશમાં બેરોજગાર માટે કોઇ રોજગારી નથી. સંજય સિંહે કોંગ્રેસ નેતા કમલનાથની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશ કમલનાથના નામ ઓળખાય છે. ભાજપા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અંગે કહ્યું કે તેમાં નેતાઓના દિકરા-દિકરીઓને ટિકીટ આપવામાં આવી છે.

You might also like