CM વિજય રૂપાણીની દિલ્હી મુલાકાત બાદ રાજ્યમાં કેબિનેટની બેઠક

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે જશે. સીએમ રૂપાણી આજે પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજાનારી બેઠકમાં ભાગ લેશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. પાંચ રાજ્યોના મુખ્યપ્રધાનોની બેઠકમાં રાજભાષા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ બેઠકમાં આગામી ચૂંટણીને લઇને પણ ચર્ચા થવાના સંકેત આપવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીઓની આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે પણ બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠક ખતમ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી બપોર બાદ કેબિનેટની બેઠકમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. જેમાં હાર્દિકના ઉપવાસની પણ ચર્ચા કરાશે. રાજ્યની કેબિનેટની બેઠકમાં અનામત, ખેડૂતોના દેવામાફી સહિતના પણ મુદ્દાઓ ચર્ચાશે.

આ ઉપરાંત આગામી વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ અંગે બેઠકમાં ચર્ચા હાથ ધરાશે. જ્યારે રાજ્યના ઓછા વરસાદવાળા તાલુકાઓની વાવેતરની સ્થિત પર પણ સમીક્ષા કરાશે.

You might also like