VIDEO: દુરંતો એક્સપ્રેસ હવે દોડશે રાજકોટથી મુંબઇ, CM રૂપાણી આપશે લીલી ઝંડી

રાજકોટઃ અમદાવાદથી મુંબઈ જતી દુરંતો એસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાનો રેલ્વે મંત્રીએ આદેશ આપ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી દુરંતો એકસપ્રેસની રાજકોટ સુધી લંબાનારી સેવાને લીલીઝંડી આપશે. આ કાર્યક્રમ દરમ્યાન રાજકોટનાં મેયર ડોટર જૈમનભાઈ ઉપાધ્યાય તથા સાંસદ મોહનભાઈ કુંડારીયા સહીત રેલ્વેનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

દુરંતો એક્સપ્રેસ લંબાવ્યાં બાદ હવે ટ્રેન નં. 12268 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ રાજકોટ સ્ટેશનથી દરરોજ સાજનાં 7:05 કલાકે પ્રસ્થાન કરશે. ત્યાર બાદ આ ટ્રેન આગામી દિવસે સવારે 6 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે અને 12267 દુરંતો એકસપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી દરરોજ રાત્રે 11.25 કલાકે નિકળશે. ત્યાર બાદ બીજા દિવસે 10.55 વાગે રાજકોટ પહોંચશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, ટુ ટાયર એસી તથા થ્રી ટાયરનાં કોચ ગોઠવવામાં આવ્યાં છે. મુસાફરી દરમ્યાન બન્ને દિશાઓમાં આ ટ્રેન અમદાવાદ તથા સુરેન્દ્રનગર સ્ટેશનો પર રોકાણ કરશે. લંબાવાયેલી આ મુંબઈ સેન્ટ્રલ- રાજકોટ એસી દુરંતો એકસપ્રેસનું બુકીંગ આજથી જ શરૂ થશે. મુસાફરો માટે આ સેવાનું રીઝર્વેશન કેન્દ્રો પર તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી બુકીંગ ખુલ્લું મુકવામાં આવશે.

You might also like