અમદાવાદ: CM રૂપાણીએ પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ સેવાઓનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદ: સરકારે નાની બચતનાં ખાતાંઓને ઇન્ડિયા પોસ્ટ પેેમેન્ટ બેન્ક સાથે લિંક કરવાની મંજૂરી આપતાં જ આજથી શહેરના નાગરિકોને ૩ર પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેન્કિંગનો લાભ મળતો થઇ ગયો છે. આ યોજનાનું ઉદ્દઘાટન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાયું હતું.

આ સેવા આજથી અમલી થતાં પોસ્ટમાં ખાતાં ધરાવતાં ખાતેદારો દેશના કોઇ પણ ખૂણેથી નાણાં ઉપાડી કે જમા કરાવી શકશે.

અમદાવાદ જિલ્લાના પ૦ લાખ જેટલા ખાતેદારોને તેનાથી ફાયદો થશે. કોઇ પણ ખાતેદારની પોસ્ટ ઓ‌ફિસમાં કિસાન વિકાસ કે સુકન્યા સમૃદ્ધિ પોલિસી હશે તો તેઓ ખાતામાં જમા થતી રકમ ઓનલાઇન જોઇ શકશે.

ખાતેેદાર એક ખાતાંમાંથી બીજાં ખાતાંમાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરી શકશે. ગ્રાહકો એનઇએફટીઆરજી ટીએસ તેમજ અન્ય નાણાં ટ્રાન્સફર સેવાનો ઉપયોગ કરી શકશે પરંપરાગત બેન્કોની તુલનાએ પોસ્ટ બેન્ક ગ્રાહકોને વધુ વ્યાજ આપશે, ક્રેડિટ કાર્ડ આપશે.

બેલેન્સ મેન્ટેન કરવા કોઇ જ ચાર્જ ચૂકવવો નહીં પડે. ટપાલ લઇને આવતા ટપાલી હવે ખાતેદાર માટે માઇક્રો એટીએમ બનશે તે ગ્રાહકના ઘેર જઇને ઓનલાઇન ખાતાં ખોલવાથી લઇ રૂપિયાની લેવડદેવડ કરશે.

You might also like