મગફળીના ટેકાના ભાવના રૂપિયા ખેડૂતોને ઝડપથી અપાશેઃ CM રૂપાણી

ખેડૂતો માટે એકવાર ફરી રાજ્ય સરકાર સારા સમાચાર લઈને આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ખેડૂતોને ચૂકવણીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના રૂપિયા ખેડૂતોને મળશે. થોડા દિવસોમાં ખેડૂતોના એકાઉન્ટમાં તેમની રકમ મળી જશે. મગફળીનું 400 કરોડનું ચુકવણું બાકી છે.

ઉલ્લેખનીય છે કે મગફળીનો ટેકાનો ભાવ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને સરકારનો વિરોધ પણ કરી રહ્યા હતા. બીજી તરફ સરકારે કપાસનો પાક વીમો પણ જલ્દીથી ખેડૂતોને અપાશે તેવો વાયદો કર્યો હતો.

You might also like