રાજ્યમાં પોલિયો રવિવારનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

આજે પોલિયો રવિવાર છે. રાજ્યમાં નાના ભૂલકાઓને આજે પોલિયોના એટલે કે બે ટીપાં જિંદગીના આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પોલિયો રસીકરણના અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

રાજયમાં 85 લાખ બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. આજના પોલિયોના કાર્યક્રમમાં 1 લાખ 35 હજાર આરોગ્ય કર્મચારીઓ સેવા આપશે. ગાંધીનગરના કોમ્યુનિટી હોલમાં આ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને સંપૂર્ણ પોલિયોમુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં ૦ થી પાંચ વર્ષનું એક પણ બાળક પોલિયો ટીપાં પીવાથી વંચિત ન રહે તે માટે માતા-પિતા, વાલીઓને બાળકોને પોલિયો બૂથ પર લઇ જવા હાર્દ ભર્યો અનુરોધ પણ કર્યો હતો.

You might also like