મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે બાપુનગર ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ

બાપુનગરના દિનેશ ચેમ્બર્સ જંક્શન પર આશરે રૂ.પર.૪૬ કરોડના ખર્ચે બે-બે લેન ધરાવતા ૬ર૦ મીટર લંબાઇના ફલાય ઓવરબ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે સવારે લોકાર્પણ કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કુલ રૂ.૧પ૩.૬૩ કરોડના કામનું લોકાર્પણ તેમજ સિમ્સ હોસ્પિટલ પાસે રેલવે ઓવરબ્રિજ સહિત ચાર સ્થળે બ્રિજ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. મ્યુનિ. તંત્રના લોકાર્પણ અને ભૂ‌િમપૂજનના રૂ.૭રપ.૧૮ કરોડના વિભિન્ન પ્રોજેક્ટ ઉપરાંત ઔડાના કુલ રૂ.૧૮૧.૩૩ કરોડના ભૂમિપૂજનના કામ સહિત રૂ.૯૦૦ કરોડથી વધુનાં વિકાસકામોનું ઉદ્ઘાટન-ભૂમિપૂજન કરાયું હતું. તસવીરઃ હરીશ પારકર

You might also like