ખજોદ ખાતે ડાયમંડ બુર્ઝ અને 500 સીએનજી રિક્ષાનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ

સુરત : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ખજોદ ખાતે નિર્માણ પામનારા સુરત ડાયમંડ બુર્સનુ ખાતમુહર્ત કર્યું હતું. ડુમ્મસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, ડાયમંડ બુર્ઝથી હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. વિજય રૂપાણીએ દિવાળી અગાઉ ડાયમંડ બુર્ઝનું ખાતમુહર્ત કર્યું હતું.

ખજોદ ડ્રીમ સીટી ખાટે તૈયાર થનારા સુરત ડાયમંડ બુર્ઝના ખાતમુહર્ત ઉપરાંત પાલિકાનાં 500 કરોડના પ્રોજ્ક્ટનું ખાતમુહર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત લિબાયત ખાતે સીએનજી રીક્ષા લોન સહાય વિતરણ સમારોહમાં વિજય રૂપાણીના હસ્તે રીક્ષા અપાઇ હતી.

ઉપરાંત વેસુ, કતારગામ અને રાંદેર ઝોનમાં બનાવાયેલા 2937 એલઆઇજી અને ઇડબલ્યુએસ આવાસનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે 115 ઇડબલ્યુએસ અને 1030 એલઆઇજી આવાસોનુ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પાલિકાના 500 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ પ્રોજેક્ટનું પણ ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયા હતા.

You might also like