મેઘા પાટકર મુદ્દે પરેશ ધાનાણીના નિવેદન પર CM રૂપાણીએ આપી આવી કંઇક પ્રતિક્રિયા

નર્મદા નીર અને મેધા પાટકરને લઈને રાજકારણ ગરમાયુ છે. ભાજપ-કોંગ્રેસે આ મુદ્દે એક બીજા પર વાકપ્રહાર કર્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મેધા પાટકર અંગે નિવેદન આપ્યુ હતું. જેમાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે મેધા પાટકરે મધ્યપ્રદેશમાં નર્મદા મુદ્દે આંદોલન ચલાવ્યુ હતું.

વિધાનસભાના વિપક્ષના અધ્યક્ષ પરેશ ધાનાણીના આ નિવેદન પર રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. વિપક્ષ નેતાના આ નિવેદનને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આડેહાથ લીધું હતું.

પરેશ ધાનાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, મેધા પાટકર એટલે ગુજરાત વિરોધી. ભૂતકાળમાં કોંગ્રેસ પણ ઈચ્છતી નહતી કે નર્મદા યોજના બને. કોંગ્રેસ ખુલ્લેઆમ મેધા પાટકરનું સમર્થન કરે છે. મેધા પાટકરના કારણે જ નર્મદા યોજનામાં વિલંબ થયો છે.

You might also like