CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, નર્મદાના પાણીના મુદ્દે ચર્ચા

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળવાની છે. આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે નર્મદા નદીના પાણીનો મુદ્દો મહત્વનો રહેશે જેને લઇને ચર્ચા કરવામાં આવશે.

જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી વધુ મગફળીની ખરીદીને લઇને આપવામાં આવેલી મંજૂરી તેમજ મગફળીની ખરીદી અને ગેરરીતિ મામલે પણ ચર્ચા હાથ ધરાશે.

તો બીજી તરફ હાલમાં રાજ્યભરમાં ફિલ્મ પદ્માવતને લઇને થઇ રહેલો વિવાદ અને વિરોધને લઇને અંજપાભરી શાંતિને લઇને ચર્ચા થશે. ફિલ્મ પદ્માવતને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાને લઇને સ્થિતિને કાબૂ તેમજ આમજનતાને કોઇપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેની તકેદારીને લઇને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જ્યારે બેઠકમાં આગામી બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે.

You might also like