આનંદીબહેનની એન્ટ્રી પહેલાં હાર્દિકની માતા અને બહેનની અટકાયત બાદ મુક્તિ

અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દ્વારા સરકારને હચમચાવી નાખનાર આગેવાન હાર્દિક પટેલના વિરમગામમાં આનંદીબહેન પટેલ પ્રચાર સભા સંબોધે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે હાર્દિક પટેલની માતા અને બહેન સહિતના પાટીદારોએ પણ હાજર રહીને વિરોધ કર્યો હતો, પરંતુ આનંદીબહેન પટેલની સભા ચાલુ થાય તે પહેલાં જ પોલીસ હાર્દિકની માતા અને બહેન સહિત આઠ મહિલાની અટકાયત કરાઇ હતી. જેઓને મોડેથી મુક્ત કરાયા હતા. વિરમગામમાં આનંદીબહેન પટેલની સભાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

લોકોનું કહેવું છે કે આનંદીબહેન પટેલ મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આનંદીબહેન પટેલ સહિત ભાજપના નેતાઓ, કાર્યકરોએ વિરમગામમાંથી રોડ શૉ યોજયો હતો. વિરમગામ પાટીદાર આંદોલનનું એપી સેન્ટર કહેવામાં આવે છે. કારણ કે હાર્દિક પટેલ સહિતના આંદોલન કાર્યકરો વિરમગામના વતની છે. આ ઉપરાંત ઓબીસી એકતા મંચના આગેવાન અલ્પેશ ઠાકોર પણ વિરમગામના વતની છે. આનંદીબહેન પટેલ અગાઉ માંડલમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. આનંદીબહેન પટેલે પડકાર ફેંકીને વિરમગામમાં સભાનું આયોજન કર્યું છે. આ સભામાં કોઇ ગરબડ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

છેલ્લાં ત્રણ મહિનાથી
ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનમાં મહત્ત્વનો રોલ ભજવનાર હાર્દિક પટેલ વિરમગામની ચંદ્રનગરી વિસ્તારનો રહેવાસી છે. જ્યારે ચિરાગ પટેલ અને વરુણ પટેલ પણ વિરમગામના રહેવાસી છે. આ આંદોલનમાં સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા વિરમગામના પટેલ આગેવાનોએ ભજવી હતી પરિણામે આંદોલનનું એપી સેન્ટર વિરમગામ બનેલું છે.

You might also like