નીતીશ બોલ્યા PMની યાત્રા યોગ્ય : લાલુએ કહ્યું કરો તેવું ભરો

પટના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાન મુલાકાત તથા પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હૂમલાનાં પાકિસ્તાન કનેક્શનનાં મુદ્દે બિહારની ગઠબંધન સરકારનાં મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે વડાપ્રધાનનું સમર્થન કર્યું છે તો રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ મોદીની પાકિસ્તાન મુલાકાતનો વિરોધ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીની વિરુદ્ધ ચહેરો બનીને ઉભરેલા નીતીશ કુમારે આજે વડાપ્રધાનની પાકિસ્તાનની મુલાકાતનું સમર્થન કર્યું હતું. પટનામાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનની પાકિસ્તાન યાત્રામાં કોઇ રાજનીતિ ન કરવામાં આવવી જોઇએ.
બીજી તરફ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદે કહ્યું કે નરેન્દ્ર મોદીને પાકિસ્તાન ન જવું જોઇએ. પઠાણકોટ હૂમલા અંગે લાલુએ પ્રતિક્રિયામાં કહ્યું કે જેસી કરની વેસી ભરની. તેમણે કહ્યું કે મોદીએ પાકિસ્તાનનાંવડાપ્રધાન સાથે ચર્ચા કરવાની જરૂર નહોતી. લાલુએ કહ્યું કે મોદી ગયા હતા બિરયાની ખાવા માટે પણ ખબર નહી પરંતુ કોને કોને સાથે લઇને આવે. પઠાણકોટમાં આતંકવાદી કઇ રીતે આવ્યા. મોદીએ જણાવવું પડશે.
લાલુએ કહ્યું કે મોદી કહેતા હતા કે તેમનાં શાસનમાં પાકિસ્તાન આંખ નહી મિલાવે, 56ની છાતી છે પરંતુ હૂમલાખોરો તો ઘરમાં ઘુસી આવ્યા. કહ્યું કે જે સમયે પઠાણકોટમાં આપણા જવાનો શહીદ થઇ રહ્યા હતા. ત્યારે કેન્દ્રનો કોઇ મંત્રી નહોતા ગયા.

You might also like