બિહારમાં કોઇ પણ પરિસ્થિતીમાં યથાવત્ત રહેશે કાયદો

પટના : મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાનાં મુદ્દે તેમની વિચારસરણી સ્પષ્ટ છે. નીતિશે જણાવ્યું કે માહિતી મળવા છતા કાર્યવાહી નહી કરનાર પોલીસને તે ક્યારે પણ સહી નહી લે.જો લોકોને કોઇ પણ પ્રકારની આશંકા છે તો તે અંગે જણાવે. કોઇ ધમકી મળી રહી હોય તો જણાવે. જો પોલીસ ફરિયાદનાં આધારે કાર્યવાહી ન કરે તો તે અધિકારી વિરુદ્ધ સરકાર પગલા લેશે. શિથિલ લોકો માટે સરકાર કે તંત્રમાં ક્યાંય પણ સ્થાન નથી. રાજધાની પટનામાં આયોજીત એક કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ પત્રકારો દ્વારા પુછવામાં આવેલા સવાલ અંગે તેમણે પ્રતિક્રિયા આપી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે બિહારમાં પોલીસ સંગઠિત ગુનાઓ પર પોલીસ દ્વારા મોટા સ્તરે અભિયાન ચલાવાઇ રહ્યું છે. તેનાં પરિણામો પણ આવ્યા છે. જો કે હાલમાં ઘટનાઓને સમેંકિત રીતે જોડીને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવાઇ રહ્યા છે. બીજા રાજ્યોનાં આંકડાઓને સમેંકિત રીતે રજુ કરવામાં આવે તો તેમાં પણ અસમાનતા જોવા મળશે.

નીતિશે ક્હયું કે દરેક ઘટનાને કાયદો અને વ્યવસ્થા સાથે જોડીને ન જોઇ શકાય.પોલીસ દોષીતોની ધરપકડ કરીને કાર્યવાહી કરી રહી છે. ઘણી ઘટનાઓ અંગે તો પોતે પણ ડીજીપી સાથે વાત કરી છે. દરભંગામાં એન્જિનિયરની હત્યાને સરકારનાં પડકારનાં સ્વરૂપમાં લીધું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણીમાં ઉંધે માથે પડેલા લોકોનું આ કામ છે.

You might also like