મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રીઓ માટે કરી વળતરની જાહેરાત

નવી દિલ્હી: સોમવારે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બોલતાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રા દરમિયાન આંખ ગુમાવી ચૂકેલા અને પીડિતો માટે વળતર માટેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર શિક્ષા અને કાશ્મીરમાં અશાંતિથી પ્રભાવિત લોકો માટે જવાબદાર છે.

મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું આપણે સેક્શન 370ની ઊંડાણપૂર્વક સમજવું જોઇએ. આ જમ્મુ કાશ્મીરની વિશેષ સ્થિતિ માટે છે. આપણે લોકાએ આપણી સંસ્કૃતિ અને ભાઇચારાઓને બનાવી રાખવી જોઇએ.

જણાવી દઇએ કે આ પહેલા કાશ્મીર ઘાટીમાં ગત વર્ષથી ચાલતી આવતી અશાંતિને ધ્યાનમાં રાખી સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં જીવ ગુમાવનાર લોકો માટે રાજ્ય સરકારે વળતર આપવાનું વચન નિભાવ્યું હતું.

મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે દરેક પીડિત પરિવારના લોકોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મહેબૂબાએ વિધાનસભામાં એની જાહેરાત કરતાં કહ્યું કે સુરક્ષાબળોનો વધારે પડતાં બળ ઉપયોગના પ્રયોગ કરનાર લોકોને દોષિત માનવા પર દંડિત કરવામાં આવશે. 8 જુલાઇ 2016એ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીને માર્યા ગયા બાદ ઘાટીમાં હિંસા વધતી ગઇ હતી. આ હિંસામાં 100 થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

You might also like