મોદી અને આનંદીબેને તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

728_90

અમદાવાદઃ નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી. તમામ નાગરિકોને 2072ની શુભેચ્છા સાથે સાથે સુખ,સમુદ્ધી અને આરોગ્ય પ્રાર્થયા હતા. આનંદીબહેને રાજ્યપાલ ઓ.પી. કોહલી સાથે પણ મુલાકાત કરી હતી અને રાજ્યપાલને શુભેચ્છા પાઠવી હતી. આનંદીબેહેને નવા વર્ષની શરૂઆત પંચદેવ મંદિરે દર્શન કરીને કરી હતી. મુખ્યપ્રધાન નવા વર્ષની સવારે ગાંધીનગર ખાતે આવેલ પંચદેવ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટ્વિટ કરીને બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ ટ્વિટમાં, ‘ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૨ની શુભકામનાઓ. નવુ વર્ષ આપના જીવન તેમજ રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરી હતી’. તે અગાઉ તેઓએ અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળીના દર્શન કર્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની બ્રિટન યાત્રા અગાઉ ટ્વિટ કરીને સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. મોદીએ સમગ્રદેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને ભારતને વિદાય આપી હતી.

You might also like
728_90