કોંગ્રેસ આવ્યું એક્શન મોડમાં : બળવાખોર ધારાસભ્યોની ઓફીસ સીલ

દેહરાદુન : પોતાનાં બળવાખોર ધારાસભ્યોનાં કારણે મુસીબતમાં આવેલી ઉતરાખંડની કોંગ્રેસ સરકારે ફરી એકવાર આખરૂ વલણ અખત્યાર કર્યું છે. રવિવારે રાજ્યનાં મુખ્યમંત્રી હરીશ રાવતનાં નિર્દેશો બાદ કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્ય હરકસિંહ રાવતની વિધાનસભા ખાતે ઓફીસને બંધ કરી દેવામાં આવી હતી. એએનઆઇનાં અહેવાલો અનુસાર હરકસિંહની ઓફીસને બંધ કરતા પહેલા ફાઇલોની તપાસ કરવામાં આવી અને તેની ઓફીસની તપાસ કરવામાં આવી હતી.

અગાઉ વિધાનસભા અધ્યક્ષ ગોવિંદ સિંહ કુંજવાલે કોંગ્રેસનાં તમામ 9 બળવાખોર ધારાસભ્યોને તેનું સભ્યપદ રદ્દ કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. બીજી તરફ મુખ્ય વિપક્ષી દળ ભાજપે દાવો કર્યો કે કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યો સહિત ભાજપનાં સમર્થનવાળા 35 ધારાસભ્યોએ અધ્યક્ષ કુંજવાલ દ્વારા વિધાનસભામાં નિષ્પક્ષ આચરણ નહી કરવા અંગે તેની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી હતી.

કુંજવાલે જણાવ્યું કે વિધાનસભામાં કોંગ્રેસનાં મુખ્ય સચેતક ડૉ. ઇન્દિરા હૃદયેશની તરફથી પાર્ટીનાં નવ બળવાખોર ધારાસભ્યો પર વિપનાં ઉલ્લંઘનનો આરોપ લગાવતા તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનાં મુદ્દે તેને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની મુખ્ય સચેતકનાં પત્ર પર કાર્યવાહી કરતા તેણે કોંગ્રેસનાં તે તમામ નવ ધારાસભ્યોને નોટિસ ફટકારી હતી. તેની સાથે 26 માર્ચની સાંજે પાંચ વાગ્યા સુધીમાં પોતાનો જવાબ રજુ કરવા માટે જણાવાયું છે. અધ્યક્ષ કુંજવાલનાં નોટિસ ધારાસભ્યોનાં સરકારી આવાસોની બહાર ચીપકાડી દેવાયા છે.

You might also like