જે ‘ભારત માતાની જય’ ના બોલે, તેમને દેશમાં રહેવાનો અધિકાર નથી: ફડણવીસ

મુંબઇ: દેશમાં હાલના દિવસોમાં ‘ભારત માતાની જય’ના સૂત્ર્ત્રોચારને લઇને જોરદાર રાજનિતી થઇ રહી છે. કેટલાક લોકો છે જે કોઇ પણ સંજોગે બધા સાથે આ સૂત્ર્ત્રોચાર કરાવા માંગે છે અને કેટલાક લોકોનું કહેવું છે કે તેમનો ધર્મ આ માટેની પરવાનગી નથી આપતો તો કેટલાક લોકો આને જબરદસ્તી લાદવામાં આવેલી ‘રાષ્ટ્રભક્તિ’ છે.

ફડણવીસે કહ્યું કે જે ‘ભારત માતાની જય’ નહીં બોલે, તે લોકોને દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી. ફડણવીસે નાસિકના એક કાર્યક્રમમાં કહ્યું કે આ દેશના બધા લોકોએ ‘ભારત માતની જય’ બોલવું જ પડશે. જય નહીં બોલનારાઓને દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે આ દેશમાં કોણી હિમ્મત છે કે તેઓ ‘ભારત માતાની જય’ ના બોલે. આ દેશમાં ‘ભારત માતાની જય’ બોલવું જ પડશે અને જે ‘ભારત માતાની જય’ નથી બોલતું, તેમને દેશમાં રહેવાનો કોઇ અધિકાર નથી.

આ પહેલા ગુરુવારના રોજ દારૂલ ઉલૂમ દેવબંદે ‘ભારત માતાની જય’ બોલવાના મુદ્દે ફતવો બહાર પાડ્યો હતો. દારૂલ અલૂમે તેને બિન ઇસ્લામિક જણાવ્યું હતું. ત્યારબાદ પછી વિવાદ વધારે વધતો ગયો. એટલું તો નક્કી જ છે સૂત્ર્ત્રોચારથી શરૂ થયેલો આ વિવાદ દેશને મજબૂત કરવાની જગ્યાએ નબળો પાડશે.

You might also like