બાદલ જશે પઠાણકોટ : પાકિસ્તાને ફરી પીઠમાં છરો ભોંક્યો

ચંદીગઢ : મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પઠાણકોટ જશે. તેઓ આતંકવાદી હૂમલાને ધ્યાનમાં રાખીને પરિસ્થિતીનો તાગ મેળવશે. મુખ્યમંત્રી આતંકવાદી હૂમલાનો ભોગ બનેલ એરફોર્સ સ્ટેશનની મુલાકાત પણ લેશે. બીજી તરફ મુખ્યમંત્રી બાદલ, ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ તથા પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે આતંકવાદી હૂમલાની નિંદા કરી છે. તેમણે તેનાં માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યા છે. અલ અલગ રાજનીતિક દળોનાં નેતાઓ તથા સંગઠનોએ કહ્યું છે કે હવે પાકિસ્તાનને કડક સંદેશ પાઠવવામાં આવે તે જરૂરી છે.
પંજાબ કોંગ્રેસનાં અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે થોડા દિવસો પહેલા ભારત દ્વારા શાંતિમંત્રણાની પહેલ કર્યા બાદ પાકિસ્તાન તરફથી આતંકવાદી હૂમલો ખુબ જ દુખની વાત છે. પાકિસ્તાનની તરફથી આતંકવાદી હૂમલાનાં કારણે ભારતનાં પ્રયાસોને મોટું નુકસાન થયું છે.
મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે કહ્યું કે તેઓ આજે જ પઠાણકોટ જશે અને પરિસ્થિતીનો તાગ મેળવશે. આતંકવાદી હૂમલા અંગે સમયરહેતા જ એલર્ટ મળી જવાનાં કારણે મોટા નુકસાનને ખાળી શક્યા હતા. આતંકવાદીઓ ટેકનીકલ વિસ્તારમાં ઘુસી શક્યા નહોતા. નહી તો મોટા નુકસાનની શક્યતાઓ હતી.

You might also like