હાઈમીનાઈઝેશનના પ્રકલ્પ માટે બજેટમાં નાણાં ફાળવાશે

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે અમદાવાદ મહાનગરમાં સુએજ સ્લજ હાઈઝિનાઈઝેશનના દેશના પ્રથમ પ્રકલ્પનું ભૂમિપૂજન કરતાં આગામી બજેટમાં રાજ્યના મહાનગરોમાં આવા સ્લજ હાઈજિનાઈઝેનેશન પ્રોજેક્ટસ માટે નાણાં ફાળવવાની જાહેરાત કરી હતી. તેમણે અમદાવાદ મહાનગરપાલિકાએ ભાભા એટમિક રિસર્ચ સેન્ટર સાથે સુએજ સ્લજ હાઈઝિનાઈઝેશન માટે એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના ઉપયોગ અંગે જે કરાર કર્યા છે તેની ફલશ્રુતિએ રૂ. ૨૫ કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રકલ્પનું ભૂમિ પૂજન કર્યું હતું.

મુખ્યમંત્રીએ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો જીવન આદર્શ આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને અમદાવાદ મહાનગરને સ્વચ્છતાની અદકેરી ભેટ રૃપ આ સ્લજ હાઈઝિનાઈઝેશનનો પ્રકલ્પ બનશે અને મહાનગરની નાગરિક સુખાકારી સ્વસ્થ-સ્વચ્છ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આનંદીબહેને કહ્યું કે, મહાનગરો-નગરોના ધન કચરાનાં નિકાસ વ્યવસ્થાપન સાથે સુએજ મુખ્યમંત્રીએ આ નવીન રેડિએશન હાઈઝિનાઈઝેશન દ્વારા સુએજ સ્લજ પૂર્ણતઃ જંતુરહિત બની જતાં જનસામાન્યના આરોગ્યને હાનિ પહોંચાડતા ટાઈફોડ, કોલેરા જેવા દૂષિત પાણીજન્ય રોગોનો ઉદભવ મહદ્ અંશે ટળી જશે તેમ આ પ્રકલ્પની સરાહના કરતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દૂષિત પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરી રિ-યુઝ કરવામાં આવે છે તેમ જ ઘન કચરાનાં યોગ્ય વ્યવસ્થાપન-રી-યુઝના સંશોધનો માટે પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, સ્લજ હાઈઝાનિઈઝેશનના પરિણામે જમીનમાં ગંદુ પાણી નહીં જાય, જમીનનો બગાડ નહીં થાય અને સેન્દ્રીય ખાતરના વપરાશથી જૈવિક ખેતી-ઓર્ગેનિક ફાર્મિંગની ને પાર પડશે. આવું ત્રિવિધ કૃષિકલ્યાણ ધ્યેય પાર પાડવા સાથે જ નર્મદાના જળ રાશિને પણ બચાવી શકાશે.
આનંદીબહેને જણાવ્યું કે, સ્લજ હાઈઝિનાઈઝેશન માટે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના કિરણોત્સર્ગ પ્રૌદ્યોગિકી વિભાગના વડા ડો. લલિત વાર્સણ્યે પ્રોજેક્ટની ટૂંકમાં વિગતો આપી હતી.

You might also like