મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલે મતદાન કર્યું

અમદાવાદ : રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે અમદાવાદમાં શીલજની પ્રાથમિક શાળા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું છ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થશે. ભાજપના વિકાસના કામોથી લોકો ખૂશ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યપ્રધાન આનંદીબહેને કહ્યું હતું કે લોકો વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશે.

You might also like