મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે ભાવનગરમાં ચૂંટણી પ્રચાર કરશે

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તા. ૧૬ નવેમ્બરના રોજ ભાવનગર ખાતે બે જાહેરસભાને સંબોધશે અને વિવિધ અગ્રણીઓ અને જિલ્લા-શહેરના આગેવાનો સાથે બેઠક યોજશે.  સવારે ૧૧.૦૦ વાગે જાહેરસભાઃ તળાજા, મહુવા હાઇવે, મુરલીધર જીમની સામે, તળાજા, બપોરેઃ અગ્રણીઓ અને ભાજપા ભાવનગર જિલ્લા હોદ્દેદારો સાથે બેઠક, આર.એમ.ડી. હાઇસ્કૂલ, તળાજા, સાંજે: અગ્રણીઓ અને ભાજપા ભાવનગર શહેર હોદ્દેદારો સાથે બેઠક, ભાજપ શહેર કાર્યાલય, સર તખતસિંહજી હોસ્પિટલ ગેટ સામે, ભાવનગર, રાત્રે ૮.૦૦ વાગે જાહેરસભા, ક્રેસન્ટ ચોક, ગાંધી સ્મૃતિ નજીક, ભાવનગર.

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૃસોત્તમ રૃપાલા તા. ૧૬ નવેમ્બરના રોજ સાબરકાંઠા અને અરવલ્લી ખાતે કાર્યકર્તા સંમેલન અને વિવિધ અગ્રણીઓ તેમજ જિલ્લા આગેવાનો સાથે બેઠકો યોજશે. સવારે ૧૧.૦૦ વાગે કાર્યકર્તા સંમેલન, મોડાસા ટાઉન હોલ, મોડાસા, બપોરે ૨.૩૦ વાગે જિલ્લા મુખ્ય અગ્રણીઓ તથા વિવિધ આગેવાનો સાથે બેઠક, હરસોલ માર્કેટ યાર્ડ, હરસોલ, બપોરે ૩.૩૦ વાગે કાર્યકર્તા સ્નેહ સંમેલન, હરસોલ માર્કેટ યાર્ડ, હરસોલ.

You might also like